Home> India
Advertisement
Prev
Next

INX કેસમાં પી.ચિદમ્બરમના 26 ઓગષ્ટ સુધીના રિમાન્ડ મંજુર

આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈની ટીમ પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમને લઈને રાઉઝ એવન્યુ સ્થિત સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ પહોંચી ગઈ છે. આ અગાઉ ચિદમ્બરમની સીબીઆઈએ કલાકો સુધી પૂછપરછ કરી.

INX કેસમાં પી.ચિદમ્બરમના 26 ઓગષ્ટ સુધીના રિમાન્ડ મંજુર

નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈની ટીમ પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમને લઈને રાઉઝ એવન્યુ સ્થિત સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ પહોંચી ગઈ છે. હાલ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. બંને પક્ષો પોત પોતાની દલીલો રજુ કરી રહ્યાં છે. આ અગાઉ ચિદમ્બરમની સીબીઆઈએ કલાકો સુધી પૂછપરછ કરી. ચિદમ્બરમની ધરપકડ પર કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે સરકાર વિપક્ષની નિશાન બનાવી રહી છે. ભાજપે ચિદમ્બરમ પર ખોટા આરોપ  લગાવ્યાં છે. જેના પર ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એકબીજાના પૂરક છે. મળતી માહિતી મુજબ પી ચિદમ્બરમના પત્ની નલિની ચિદમ્બરમ, પુત્ર કાર્તિ ચિદમ્બરમ, કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને વિવેક તન્ખા કોર્ટ પણ કોર્ટમાં હાજર છે. 

fallbacks

ચિદમ્બરમ તપાસમાં સહયોગ કરતા નથી-તુષાર મહેતા
કોર્ટ રૂમમાં સીબીઆઈના વકીલ તુષાર મહેતાએ કહ્યું કે ચિદમ્બરમ વિરુદ્ધ પુરતા પુરાવા છે. તેઓ તપાસમાં સહયોગ કરતા નથી. આથી 5 દિવસના રિમાન્ડની જરૂર છે. તેમણે કહ્યું કે ચિદમ્બરમે પોતાના પદનો દુરઉપયોગ કર્યો. તપાસ માટે ચિદમ્બરમને રિમાન્ડ પર લેવા જરૂરી છે. તુષાર મહેતાએ દિલ્હી હાઈ કોર્ટનો ચુકાદો પણ વાંચી સંભળાવ્યો. 

સીબીઆઈ તરફથી 5 દિવસના રિમાન્ડની માગણી કરાઈ
સીબીઆઈ તરફથી અટોર્ની જનરલ તુષાર મહેતા પક્ષ રજુ કરી રહ્યાં છે. ચિદમ્બરમ તરફથી કપિલ સિબ્બલ અને સિંઘવી કોર્ટમાં હાજર છે. સીબીઆઈ તરફથી દલીલ કરી રહેલા તુષાર મહેતાએ કોર્ટ પાસે ચિદમ્બરમના 5 દિવસના રિમાન્ડની માગણી કરી છે. 

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ચિદમ્બરમને કોર્ટમાં લવાયા
સીબીઆઈની ટીમ પી ચિદમ્બરમને લઈને કોર્ટ પરિસર પહોંચી ગઈ છે. કોર્ટ રૂમમાં લવાયા બાદ ચિદમ્બરમના રિમાન્ડને લઈને સીબીઆઈ કોર્ટમાં દલીલ શરૂ થઈ ગઈ છે. 

ચિદમ્બરમ તરફથી સિંઘવી અને સીબીઆઈ તરફથી અટોર્ની જનરલ કરશે દલીલ
રાઉઝ એવન્યુ કોર્ટમાં ચિદમ્બરમની પેશીને ધ્યાનમાં લઈને દિલ્હી પોલીસની લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ સ્પેશિયલ બ્રાન્ચના ઓફિસરો સાદા કપડામાં કોર્ટની અંદર અને આસપાસ હાજર છે. સ્પેશિયલ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યાં મુજબ સીબીઆઈ બપોરે 2થી 4ની વચ્ચે ગમે ત્યારે ચિદમ્બરમને રજુ કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ચિદમ્બરમ તરફથી અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં ચિદમ્બરમ માટે પેરવી કરશે અને સીબીઆઈ તરફથી અટોર્ની જનરલ પોતે કોર્ટમાં હાજર થશે અને સીબીઆઈનો પક્ષ રજુ કરશે. 

કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમની આજે કોર્ટમાં પેશી, પૂછપરછ માટે CBI કરી શકે છે રિમાન્ડની માગણી

પી ચિદમ્બરમને આ જે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં રજુ કરાશે. આઈએનએક્સ મીડિયા સંલગ્ન ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના મામલાઓમાં આરોપી ચિદમ્બરમને બપોરે 3 વાગે સ્પેશિયલ સીબીઆઈ જજ અજય કુમાર કુહારની કોર્ટ (રાઉઝ એવન્યુ)માં રજુ કરાશે. સીબીઆઈની દલીલ રહી છે કે ચિદમ્બરમ પૂછપરછમાં સહયોગ કરતા નથી અને સવાલોના ગોળગોળ જવાબ આપે છે. હવે સીબીઆઈએ ચિદમ્બરમને પૂછવા માટે 100થી વધુ સવાલ તૈયાર કર્યા છે. આ સાથે જ સીબીઆઈએ ચિદમ્બરમ દ્વારા પહેલા અપાયેલા જવાબોને કાઉન્ટર કરવા માટે અનેક ડોક્યુમેન્ટ્રી પુરાવા ભેગા કર્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચિદમ્બરમ કોર્ટમાં જામીન માટે અરજી પણ દાખલ કરી શકે છે. 

VIDEO: જે CBI હેડક્વાર્ટરના ઉદ્ધાટનના ચિદમ્બરમ અતિથિ હતાં, ત્યાં જ ધરપકડ બાદ રાત વિતાવી 

સૂત્રો મુજબ સીબીઆઈ દ્વારા પૂછવામાં આવનારા સવાલો કઈંક આ પ્રકારે હશે.

- નોટિસ સર્વ થયા બાદ પણ તમે તપાસમાં સામેલ કેમ ન થયા?
- હાઈકોર્ટે વચગાળાના જામીનની અરજી ફગાવી ત્યારબાદથી લઈને AICCમાં પીસી વચ્ચે તમે ક્યાં હતાં?
- આ દરમિયાન  તમે ક્યાં કયાં ગયાં અને કોની કોની સાથે મુલાકાત થઈ?
- તમારો મોબાઈલ ફોન બંધ હતો, આ દરમિયાન તમે કયા નંબર વાપર્યા?
- અમને જાણકારી મળી છે કે INX મીડિયા કેસમાં લાંચના રૂપિયાથી તમે દેશ અને વિદેશમાં પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે જેમાંથી કેટલીક જાણકારી અમને છ, તેના પર તમારો શું જવાબ છે, સોર્સ ઓફ ઈન્કમ શું હતો?

INX મીડિયા કેસ: કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમની ધરપકડ બાદ PM મોદીનો આ VIDEO થયો વાઈરલ

- વિદેશોમાં કેટલી શેલ્સ કંપનીઓમાં લાંચના રૂપિયા રોકવામાં આવ્યાં, 200 શેલ કંપનીઓ અંગે જાણકારી મળી છે, તેનું શું કહેવું છે?
- INX મીડિયામાં  ફોરેન ઈન્વેસ્ટમેન્ટમાં નિયમ કાયદો નેવે મૂકવામાં આવ્યાં, કાર્તિએ તમારા પ્રભાવમાં આમ કર્યું, તમે મંજૂરી કેવી રીતે આપી?
- ઈન્દ્રાણી સાથે મુલાકાત નોર્થ બ્લોકમાં થઈ હતી, અને તમે તેમને કાર્તિ સાથે સંપર્કમાં રહેવાનું કહ્યું હતું?
- આ મુલાકાત ઈન્દ્રાણી મુખરજી સાથે કેવી રીતે લાઈન અપ થયું હતું?
- કાર્તિએ મલેશિયા, સ્પેન, યુકેમાં જે પ્રોપર્ટી ખરીદી તેમા તમને શું જાણકારી છે? સોર્સ ઓફ ઈન્કમ શું હતો?
- આરોપ છે કે સ્પેન, મલેશિયા, અને યુકેમાં પરિવારે વિલા, ફ્લેટ્સ અને ટેનિસ કોર્ટ ખરીદ્યાં શું તે તમે નાણા મંત્રી હતાં ત્યારે ખરીદાયા અને પૈસા ક્યાંથી લાવ્યો કાર્તિ?
- ઈન્દ્રાણી મુખરજી તાજના સાક્ષી બની ગયા છે અને તેમણે કબુલ્યું છે કે આ સમગ્ર ડીલમાં કાર્તિને મોટી રકમ લાંચ તરીકે અપાઈ અને તે તમને પણ મળી હતી જેના પર તમારું શું કહેવું છે? ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના તમા નિયમો નેવે મૂકીને કેમ અને કેવી રીતે ફાયદો પહોંચાડવામાં આવ્યો?
- તમારા સિવાય નાણા મંત્રાલયના કયા કયા અધિકારીઓ હતાં જેમણે તમને ક્લિયરન્સ આપતા રોક્યા નહીં. 

જુઓ LIVE TV

બુધવાર રાતે ધરપકડ કરાયેલા ચિદમ્બરમ સીબીઆઈની કસ્ટડીમાં આખી રાત પરેશાન રહ્યાં હતાં. તેમને સીબીઆઈ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યાં હતાં. તેમની મેડિકલ તપાસ પણ કરવામાં આવી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More